જિંદગી બદલી શકે ના શખ્સની,
પુસ્તકો, પસ્તી કે બીજુ શું કહું?
– સિદ્દીક ભરૂચી
કોડીના ભાવે મદદ વેચાય છે,
માણસાઈ એ રીતે પોંખાય છે.
ડાયરી બેકાર થઇ ગઇ દોસ્તો,
આંખથી ચ્હેરા હવે વંચાય છે.
જીત જો અન્યાય જીતી જાય તો,
પ્રેમથી એને વતન સોંપાય છે.
કેમ મુજને જોઈને હર બાગની,
બેસબબ ફૂલો, કળી મૂરઝાય છે.
નવ્ય પેઢીમાં પ્રતિબિંબ નીરખીને,
જે મને,પોતાને, “હું” સમજાય છે.
વાંસળી “સિદ્દીક” વગાડો ક્યાંય પણ,
ટેવ છે આશ્ચર્ય ત્યાં દોરાય છે.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply