શકે છે….ગઝલ
અભિમાની બરફ પીગળી શકે છે,
ઘણી આંખોથી એ ઉતરી શકે છે.
ભલે પથ્થરના જેવો થઇ ગયો છે,
એ માણસ શબ્દથી તૂટી શકે છૈ.
હવે વિશ્વાસ બહુ મોઘો થયો છે,
આ ઝેવર ક્યાં કોઈ ભાળી શકે છે?
તુ ભૂલી ગઇ પ્રણયની એ ક્ષણોને,
પણ એક ક્ષણ યાદ તો આવી શકે છે.
ગમે તે જે ગુના કર્યા છે જેણે,
બસ એ પોષાક “મા” ઢાંકી શકે છે.
અટકચાળા ન કર એ રાખઢગમાં,
કદી અંગાર પણ નીકળી શકે છે.
આ એવું ઝેર છે જેનાથી “સિદ્દીક”,
બગડતા શહેર પણ સુધરી શકે છે.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply