કેટલાં દૂરથી મળે છે મને,
મિત્રતા એમ અવગણે છે મને.
એ રૂઠે તો કહે મહોબ્બત છે,
હું રૂઠું , બેવફા કહે છે મને.
મેં કદી એને ક્યાંક જોયો છે,
એક નજર એ રીતે જુએ છે મને.
હું છું હીરો હજારો ફિલ્મોનો,
ગીત,ગઝલો બધા લખે છે મને.
એટલે રેડ પાડે છે પોલીસ,
ભેદભાવો વગર ગળે છે મને.
દૂર થઇ ગઇ છતાં હજી પણ એ,
એની મિલ્કત હજી ગણે છે મને.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply