દિલ અને દિમાગની એક નવી નાની ગઝલ
ગઝલ……મન
“બેસી રહેવાની” સજા આપે મને,
મંચ પર સ્વાગત કરે છે જે મને.
મિશ્રો ઊલાનો લખી રાખ્યો છે મેં,
આવ, ને “સાની” લખાવી દે મને.
કઇ રીતે જાંણુ હું તારા દર્દને!
કોઇ રસ્તો થાય , પહેલાં કે’ મને.
એ મને ઊંચાઈ પર,તો ,લઇ ગયો,
જ્યારથી કદમોમાં રાખ્યો મે મને.
હે ખુદા,આશક બનાવી દોસ્તનો,
હૂંફથી કાયમ જીવાડ્યો છે મને.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply