તારી પાછળ મરી ગયો છે હું,
“લવ સ્ટોરી” બની ગયો છે હું.
પ્રાપ્ત કરવા જગતની ઈચ્છાઓ,
કેટલા દિલ હરી ગયો છે હું.
જૂઠને સ્વાર્થમાં કરી મિશ્રણ,
સૌને કેવો ગમી ગયો છે હું!
રોજ “પબ્જી”ના વર્ગમાં જઇને,
વ્હાલી રાતો ગળી ગયો છે હું.
મારા દરિયામાં ભરતી નીરખીને,
હસ્તા હસ્તા બળી ગયો છે હું.
શક કરી શોધવા તો આવ્યો’તો,
હાથ મસળી વળી ગયો છે હું .
ક્યાં છે પાબંદી આ શરાબ ઉપર?,
કેટલું લોહી પી ગયો છે હું!.
હર બિમારીની ઔષધી કરતાં,
આજ ‘માંણસ’ ગળી ગયો છે હું.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply