આપીને જેઓ છાંયડા ગુમનામ થઇ ગયા,
એ વ્રુક્ષ નવ્ય પેઢીના પૈગામ થઇ ગયા.
અંધાર દૂર કરવા નીકળ્યા’ તા જે ચિરાગ,
એક ઘર જલાવી શહેરમાં બદનામ થઇગયા.
જેના ઉપર ભરોસો હતો એ જ રાહબર,
આંખોમાં ધૂળ નાખીને નીલામ થઈ ગયા.
જે દુશ્મનીનું નામ હવે દોસ્તી થયું,
શહેરો કહી શકાય , બધા ગામ થઇ ગયા.
તારી જ એક “હા” અને મારા સ્વિકારથી,
પ્રશ્નો ઊભા થયા પછી નાકામ થઇ ગયા.
કોણે મદિરાલયમાં ફરી વિષ ઘોળ્યું,
જોતાં જ અમને ,ખાલી દરેક જામ થઇ ગયા.
મુખ ઢાંકવાને પહેર્યુ , એક ચંદ્રએ હિજાબ,
ચારે તરફથી કંટકો બેફામ થઇ ગયા.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply