ગઝલ…નીકળી
દીપ ઓલવ્વા હવાઓ નીકળી,
લોક સમજ્યા કે વષંતો નીકળી.
માણસો ઓછા હતા પણ એ જગ્યા,
સર્વ ધર્મોની કિતાબો નીકળી.
ઓટલા પર ચાર શું ભેગા થયા,
કામની જગ્યાએ વાતો નીકળી.
પાગલોની આંખ ત્યાં ચોંટી ગઈ,
ખૂબ સુંદર એક ખુશ્બો નીકળી.
આ નવા ભારતના શમણાનો સમય,
એક એક ઘરમાંથી ચીસો નીકળી.
જેણે કહ્યું: કે “તમે ઘરમાં રહો”,
એ જ કહેશે ઘરથી ભાગો નીકળી.
કેટલું સુંદર નગર છે, દોસ્તો!
નાની બાબતમાં મશાલો નીકળી.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply