એક અપ્રકાશિત નવી ગઝલ
ગઝલ………….હજી
વ્રુક્ષની શાખોની મહેનત છે હજી,
એમની આંખે મહોબ્બત છે હજી.
માણસાઈ તો મરી ગઇ શાંભળ્યું,
લાલચો ખાતર તો ઇજ્જત છે હજી.
એ ભલે દુશ્મન થયો મારો છતાં,
કોઈ બ્હાને એને નિસ્બત છે હજી.
સિંહ છે , પણ છે સખત એ ઊંઘમાં,
વાર કરવાની તો હિંમત છે હજી.
છે અમારા પર ખુદાની આ ક્રુપા,
કંઇ બજારોમાંય કિંમત છે હજી.
એના હસ્તા ગાલ પર અંકિત હતું,
પ્રશ્નના ઉત્તરમાં સહમત છે હજી.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply