ગઝલ….જ નથી
એક સાથે અમે મળ્યા જ નથી,
તોય ક્યારે જુદા થયા જ નથી.
રૂઠવું ને મનાવવું હરદમ,
એવું ભણતર કદી શીખ્યા જ નથી.
એની પહેલાં કે ‘રડવું’ થઇ જાયે,
એવું કયારે કદી હસ્યા જ નથી.
જેને જોતાં જ લાજ આવી જાય,
એવા માણસ અમે થયા જ નથી.
જ્યાંથી પાછા કદી ફરે ન કદમ,
ત્યાં અમારા ચરણ ગયા જ નથી.
કોરા કાગળને ખૂબ ચીતર્યા,
ને ગુનેગાર અમે ઠર્યા જ નથી.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply