એક અપ્રગટ
ગઝલ…..સમજાઈ છે.
શ્વાંસમાં એવી રીતે ઘરબાઈ છે,
હર તરફ આંખોને તુ સમજાઈ છે.
કોઈ પણ પૂષ્પોને સ્પર્શુ તો જરા,
એમ લાગે કે બધે સંતાઈ છે.
તું હવે આવી જા મારા શે’રમાં,
તુજ વગર આ ચોતરફ તનહાઈ છે.
પ્રેમના રંગોથી ચીતરેલું બદન,
જાણે ચોમાસામાં બહુ ભીંજાઈ છે.
ઈશ્ક મારો ખૂબ ચર્ચામાં રહ્યો,
મારી ગઝલોએ તને જ્યાં ગાઈ છે.
શબ્દો પણ મજબૂર થઇ નીકળી પડે,
મિડિયામાં તું જરા હરખાઈ છે.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply