એક ટૂંકી બહેરની મનનીય ગઝલ
ગઝલ…..
બારીએ રોજે રોજ આવો છો?
કેવા તમને તમે વખાંણો છો!
ઘરના સભ્યો કશું નથી કે’તા?
અન્ય નજરોમાં તમને રાખો છો!
ખૂબ સુંદર હજારો ટીકામાં
આપની જાતને જ વાંચો છો.
આવતીકાલ ક્યાં જવાનું હશે!
“પ્લાન” એવા તમે વિચારો છો!
શેર, ગઝલો, વિધાનથી “સિદ્દીક”,
કેવી કેવી છબી ઉગાડો છો.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply