સવેતન, “નામ” ને હોદ્દો જુએ છે,
મળે છે,જે આ ત્રણ વાતો જુએ છે.
મને જોતાં ફરી ગઇ માણસાઈ,
હવે સ્વાગતમાં બસ શ્વાનો જુએ છે.
ઘણાં મોઢા ઊભા થઇ જાય છે ત્યાં,
મને નિસ્વાર્થ જ્યાં હસ્તો જુએ છે.
ત્યાં કેવું,ભાનમાં આવે નગરજન?
મદીરા જ્યાં તને પીતો જુએ છે!
બચીને ચાલજો ઘટનાથી રસ્તે,
ગમે તેને , હવે મોકો જુએ છે.
ભલે “લાઇક”,”કમેન્ટ”કે “શેર” ના કર,
મને આંખોમાં લઈ નજરો જુએ છે.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply