ગઝલ….શકો
થાકી ગયા જો હોય તો છોડીને જઇ શકો,
કંટાળવાના રંજને મૂકીને જઇ શકો.
તમને અમે જ નેતા બનાવીને મોકલ્યા,
ચાહો ગમે તે તોડી કે ફોડીને જઇ શકો.
ના સાંભળી શકાય તો મરજી છે આપની,
કર્ણપટલના દ્વારને વાસીને જઇ શકો.
થોડી ઘણીય લાજ હો થોભીને બારણે,
ઘૂસી ન જાવ ,ઘર મહી, ઠોકીને જઇ શકો.
આપું કશું ઈનામમાં, આપીને આપું શું?
છે રાતનું આ જાગરણ ઉચકીને જઇ શકો.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply