“લાઈન” પર રહો તો પરીચયમાં આવીએં,
રાખી “મુશાયરો”, ને રીવાયત વધારીએં.
મુજથી અજાણ છે નવી વસ્તીના સાવ લોક,
ફોટું પડાવી, ચાલને મિડિયાને આપીએં.
આવા હજીયે દાખલા તાજા છે કંઇ જગ્યા,
ફળ ચાખવું જ હોય તો પથ્થર તો મારીએં!
એમાં જ ધાર્મિકતા દેખાઈ જશે દોસ્ત,
માણસ થવું જ હો’તો મહોબ્બત ભણાવીએં.
ઉત્તમ ઈમારતોથી સુશોભિત છે તારૂ શહેર,
જો દિલ મળે તો એક બે વ્યક્તિને માણીએં.
એ યાદ છે તને ,અમે શમણા જે જોયેલા?
સહકાર તારો હોય તો સાચા બનાવીએ?
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply