દિલના સ્વભાવ શહેરમાં પથ્થરના થઇ ગયા,
પ્રશ્નોના દાખલા હવે ભણતરના થઇ ગયા.
મારા ધરમમાં “ખોફેખુદાથી” ત્યજીને “હું”,
માટીના તુચ્છ વાસણો ઈશ્વરના થઇ ગયા.
એવા અમારા ‘નામના’,’હોદ્દા’ને ‘પદ’ના શખ્સ,
વાતાવરણમાં બગડીને તસ્કરના થઇ ગયા.
માણસની શું વિસાત કે કબજો કરી શકે,
ધરતીના હર ઈલાકાઓ મચ્છરના થઇ ગયા
નીકળેલા જીતવાને જગત ,ઢીલા ઘેસ થઇ,
લાચાર હાથપગ હવે બિસ્તરના થઇ ગયા.
બે ભિન્ન દુશ્મનોની શું આંખો મળી ગઈ,
બે ઉત્તરો હકારના જીવતરના થઇ ગયા.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply