મહોબ્બત દુશ્મનીને કરગરે છે,
કલમની આંખ જોઈને ઠરે છે.
હજી પણ ફૂલડાં ડૂબી મરે છે,
હજી પણ પથ્થરો દરિયા તરે છે.
બિરૂદ બદનામીનું અહિંયા મળે છે,
છતાં હર આંખ અહિં આવી ઠરે છે.
સડક એક ખોફનું ખેતર થયું છે,
જતાં દેવો ને સંતો પણ ડરે છે.
જનાવરમાં મળે માનવતા ” સિદ્દીક ” ,
ને માનવ ખુદ પશુતા આચરે છે.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi





Leave a Reply