આઈના દિલથી હવે મળતા નથી,
રાત છે , ને તારલા દિસતા નથી.
અમ ગઝલ રૂપે તો મળીયે વિશ્વમાં,
પણ પ્રણયમાં અન્યમાં વસતા નથી.
આમ તો “માણસ” કહો ,છે સૌ અહીં,
પણ ખરેખરના હજી જડતા નથી.
દિલ કહે છે એ જ છે, એના સિવાય,
કોઇના કહેવાથી કંઇ લખતા નથી.
બાળવાના કામના વ્રુક્ષો છીએં,
કોઈ દિન હિજરત અમે કરતા નથી.
લઈ શકો છો , લાભ ચાહો જે તમે,
પણ અમે વ્રુક્ષો કદી ઝુકતા નથી.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
“બનાસ બચાવ”ની “કાવ્ય કીટલી”માં એક અપ્રગટ ગઝલ.કવિશ્રી સંદિપભાઈ ‘કસક’નો ખૂબ ખૂબ આભાર
Leave a Reply