ગઝલ…… થઈ ગયા.
જંગલો,દરિયા,રણો,પર્વત, પ્રભાવિત થઇ ગયા,
માણસો જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં પરિચિત થઇ ગયા.
કોઇને વિશ્વાસ આપી ના અવિશ્વાસુ કરાય,
હર ઈલાકા આ રમતથી દોસ્ત, શિક્ષિત થઇ ગયા.
આખા ગુલ્શનની જ ફોરમ જાણે તમ લઇને ફરો,
કમનસીબ જ આપની સૌડમથી વંચિત થઇ ગયા.
ચાલિસા મળ્યા અઝાનોને મહોબ્બતથી તો દોસ્ત,
રાજકારણ, ગોદી મિડિયા સૌ અચંબિત થઇ ગયા.
હું ગઝલ છું મારા શેરોની જરા શક્તિ જુઓ,
કહેવતોની જેમ મોઢા પર શુભાષિત થઇ ગયા.
આપની આંખોમાં આવ્યા એ અમારૂ છે નસીબ,
અમને લાગ્યું કે અમે કેવા સુરક્ષિત થઈ ગયા.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi





Leave a Reply