અલ્લાહ.
સર્વ વિશ્વોને સર્જનારો તું,
જિંદગી, મોત આપનારો તું.
એષણાઓને જાણનારો તું,
સિદ્ધ શમણાં બતાવનારો તું
ચાંદ, સૂરજ ગમે તે ગર્વ કરે,
સૌનો પાંણી ઉતારનારો તું.
મારી ઔકાત શું લખું ગઝલો,
પ્રાંણ શેરોમાં ઢાળનારો તું.
મારનારાથી પણ વધું મોટો,
જીંદગીને બચાવનારો તું.
આંધી,તોફાન ને ક્રુપાઓથી,
ભાન જગને કરાવનારો તું.
રાતઆરામ ને દિવસઆચાર,
જિંદગીને જીવાડનારો તું.
તારી મિલ્કત છે આભ ને ધરતી,
અંત સૌનોય લાવનારો તું.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply