એક કમોસમી ગઝલ
દેશને જે સુધારનારા છે,
ઘરથી સડકો પર આવનારા છે.
જે પ્રજાને વિચારનારા છે,
એજ મેદાન હારનારા છે.
એક એપલ જો ખાઈ લે રાજા,
એના માણસ ઉજાડનારા છે.
એક પથ્થર છે , નમ્ર વસ્તીમાં,
એમાં ઈશ્વરને શોધનારા છે.
કેસરી, લીલા રંગથી “સિદ્દીક”,
એક ચિત્ર બગાડનારા છે.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi





Leave a Reply