જન્માષ્ટમીની શુભેચ્છાઓ…💐💐
કાન..તને વ્હાલી લાગે છે તારી વાંસળી
તેં તો મારી ના વાત એકે સાંભળી
નેઠો ન હોય કદી તારો એ વાત હું તો સમજું
ને તોય જીવ જાતો કદમ્બની ડાળે
તારે લેવાની જગ આખ્ખાની ભાળ
એમાં ગોકુળને કેમ કરી ભાળે?
તારા વિજોગમાં આંખ એવું છલકી કે
જાણે અષાઢી એક વાદળી..
કાન..તને વ્હાલી લાગે છે તારી વાંસળી.
ગોકુળની ગલીયું ને વનરા તે વનની
કેડીયું સંગાથે કરું વાત
જમુનાના જળ અને કાંઠા ઝૂરે ને
વળી ઝૂર્યા કરે છે મારી જાત
લાજ ને શરમ આજે નેવે મૂકીને મેં તો
નામ સાથે નામ લીધું સાંકળી..
કાન..તને વ્હાલી લાગે છે તારી વાંસળી.
– લક્ષ્મી ડોબરિયા
Leave a Reply