ખટ્ટા મીઠ્ઠા સંસ્મરણો સાથે,
થોડોક હષઁ થોડોક દુખ સાથે.
સાથે છોડુ ઘર મારુ જુનુ, યાદ આવે છે મને.
આજ ઘર માંથી વિદાચ થયા હતા,
અમારા ઘર ના મોભ સમાન વ્યકતિ.
બધું બાંધુ છુ સાથે બાંધુ છુ સામાન.
નથી બાંધી શકતી તેમની યાદો ને સાથે.
નથી બાંધી શકતી યાદો ને મારી,
મન ના વમળ માં ગોથા ખાઉ છું
આજ ઘર માં મે ધણુ મેળવ્યુ ને ગુમાવ્યુ ધણું.
નહિ મળે કદી આ ઘર માં એ.
નહિ જોવા મળે કદી આ ધર માં.
નજર થી વાળુ છુ ઘર માં બધે.
યાદો ને વાળી શકતી નથી.
કાજલ જીંદગી તો આજ અહી કાલ કહી.
બસ છોડી દે હષઁ શોક બધું નિરાકાર ભાવે.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply