જોઈ તને મનમાં કાઇ કાઇ થાય,
મનડું મારું વારંવાર તારામાં લોભાય.
વરણાગી વાલમ મારો જીવડો મુંજાય,
તને મળવાનો આબધો તલસાટ થાય.
ધરનો ઉંબર કઇથી ઓણગાય?
મનડું મારું બાંધ્યું કેમેના બંધાય.
વાલમ નીંદર મારી ચોરી, તને સમજાય?
આ આંખ્યુમાં સોણલા કયાંથી સમાય?
કાજલ સજાવી સંસારને મનમાં હરખાય,
તુટશે જો આ સોણલા કેમ કરી જીવાય?
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply