તમેશું કહેશો બતાવો હવેતો,
સવાલો જ ખોટા જતાવો હવેતો.
કહેવું તમારે જણાવું અમારે,
લખેલા હિસાબો ખતાવો હવેતો.
કથાઓ કરીને સભાઓ ગજાવી,
સખી વાત ટુંકી પતાવો હવેતો.
જગતમાં ફરી આમ વાતો ચગાવી,
નડીને જ કેવા સતાવો હવેતો.
ગગનમાં ઉડાનો ભરાવી તમેતો,
ગમે તેમ શાને, વતાવો હવેતો.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply