અચાનક..
તંદ્રા મારી તુટી
આંખ ખોલી ને જોઉ તો જગત નવુ દિશે..
ઉભી દપણઁ સામે પ્રતિબિંબ અજાણ્યુ લાગે…
થયુ આ કોણ દેખાય સામે?
ધારી ધારી ને જોઉ તો રુપરેખા મારી લાગે..
એકવડિયો બાંધો…
આજે મેદસ્વી લાગે.
ચંચળ યુવતી ઉડતી અહી તહી..
અચાનક ઠરેલ લાગે…
નજર ફેરવુ માથે ને…
સફેદી નજરે લાગે..
ચહેરા પર ઝીણી કરચલી હાથ લાગે..
ઓહ!
કયાં ગયા મારા વષોઁ ?
અચાનક ભાવ મારા જાગે..
એકલતા સપઁદંશ શી લાગે..
નિણઁય મારો મને જ ખોટો લાગે?
ઓહ!
સમય સરી ગયો…
મોડુ થયુ નો ભાવ જાગે..
“કાજલ” શા માટે પીડાય છે?
સમય સમય નુ કામ કરે..
નિણઁય તારા જ સ્વજનો માટે..
તે કરી ફરજ પુરી…
બસ, કદાચ આજ હશે….
નીયતિ..
ઇશ્ર્વરેચ્છા?
તારી માન્યતા જ…
ઇશ્ર્વરેચ્છા જ બળવાન..
તો…?
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply