ઇતિહાસ માં પ્રેમ કથા છુપાયેલ હોય છે.
રાધા કૃષ્ણ નામ યુગો યુગો થી જોડાયેલ હોય છે.
પ્રેમ ને વિરહ સિક્કા ની બે બાજુ જાણે…
સદી ઓ થી પ્રેમી ઓ વગોવાયેલ હોય છે.
કૃષ્ણે કર્યો પ્રેમ તો લીલા ઈશ્ર્વરી કહેવાણી..
હીર-રાઝાં ને મૌત તણી સજા દેવાયેલ હોય છે.
ઈશ્ર્વરે ગાયો પ્રેમ તણો મહિમા ચારેકોર જગ માં,
પણ! નિષ્ફળ પ્રેમ ની જગ મશહુર કહાણી હોય છે.
નામ લેવાય ને પુજાય મર્યા પછી મીરાં તણા પ્રેમ ના,
જીવતા તો મેવાડ રાણે,ઝેર પીવડાવ્યા હોય છે.
પ્રેમ જ બને છે વૈરી ને કાતિલ પ્રેમ નો,
ઈતિહાસ રચે ને રચાવે પ્રેમ જ એ ગાથા ગવાણી હોય છે.
‘કાજલ’ સદી ઓ થી પ્રેમ નો દુશ્મન જમાનો,
છતાં! પ્રેમ ના ઉત્સવ પ્રેમી ઓ ઉજવતા જ હોય છે.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply