કરુ કયાંથી શરુઆત એની ખબર નથી
પહોચી શકું તારા સુધી એટલી સભર નથી.
સરી જતી રેત હાથથી જેમ સરતી રાત,
ઢળી પડતી આંખ ને એટલી જબર નથી.
વાતોમાં ખેચી જાતને મારી આમજ તે,
સંબંધને ખેંચમાં ઢીલ દે તે કાંઇ રબર નથી.
સમજાવટ નીકળી કોરિકટ અહીં બધે,
લાગણીઓ ને કહી દો આ કૈ કબર નથી.
પોત પોતાનુ આગવુ છે આકાશ અલગારી,
કાજલ તારી જાગીર આ એક અંબર નથી.
-: સહિયારી રચના :-
પ્રમોદ મેવાડા “અલગારી” & કિરણ પિયુષ શાહ ‘કાજલ’ “કાજલ”
Leave a Reply