કાશ..
હુ મન ની વાત ને શબ્દો નુ રુપ આપી શકુ?
મન ના વમળ ને હુ સમજાવી શકું?
કાશ…
કયારેક મૌન સમજી શકાય.
આ આંખો ની ભાષા સમજાય
હૈયા માં ઉઠતા તરંગો પરખાય.
અરે! મને વિચારો ની સ્વતંત્રતા.
જન્મસિધ્ધ અઘિકાર…..
આ વચ્ચે દસકા નું અંતર…
મારી આઝાદી ને ખપાવે સ્વચ્છંદતા માં .
કાશ…
સમજાય પરિવતઁન નિયમ સંસાર નો.
આજ ની બગાવત માં હોય ભાવી ની આઝાદી?
મન મારુ કરે વિચારો નો વિચાર .
કે આ દૃષ્ટિ ભેદ જ કે સમજ નો ફેર ?
કાશ..
બનુ પક્ષી ઉડુ મુક્ત ગગન…ના કોઇ નિયમ કે બંધન.
“કાજલ” સ્વૈરવિહારી સ્પર્શ ધરતી ને.
ફર પાછી સ્વ બંધન માં છોડી તારુ આ કાશ…
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply