કેમેરા ની ક્ષણ
કેમેરા ની એક કલીક
કૈદ એ અણમોલ ક્ષણ ને
કાયમ મારી યાદો ની સાથે
જયારે જમોવ ત્યારે જાણે તે નજર સમક્ષ..
આજ હયાત નથી માતા-પિતા
પણ તેમની તસ્વીર રુપે જીવે છે…
મારી સાથે મારા માં મારી હર ક્ષણ માં..
કેમેરા ની કલીક જાણે જાદુઇ છડી
અસંખ્ય ક્ષણો ને કંડારી, કંડારતી જ રહે…
માં નુ એ હાસ્ય..
માં નો એ ગુસ્સો..
માં નો એ અંદાઝ
માં નુ જીણવટ ભયુઁ કામ..
માં નુ નિદોષઁ વ્હાલ..
દરેક ક્ષણ કૈદ મારા કેમેરા માં
પિતા ની વ્યસ્તતા
કામ મામ તલીનતા
કુંટુબ સાથે વીતાવેલ અણમોલ સમય
આજ પણ એ ક્ષણ એવી ને એવી જ છે…
મારી યાદો સાથે તસ્વીર માં
કયારેક તો લાગે આ તસ્વીર બોલશે…
માં ટહુકો કરશે… પિતા નુ ઉચાટ ભયુઁ વ્હાલ દેખાશે..
બસ, અકલ્પનીય યાદો ને આ તસ્વીર..
બોલતી નથી, વાતો નથી કરતી..
પણ દરેક ની એક કહાણી છે..
આજ પણ એક કલીક ને..
યાદો માં સચવાય એ ક્ષણ…
” કાજલ”કેમેરા ની કલીક સાથે…
હાસ્ય, રુદન, સુખ, દુખ નવરસ….
સમગ્ર કૈદ પળવાર માં…
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply