કર્મ ને આધીન ઈચ્છા, સાથ જોડી આવી
ફાવતું ઈશ્વર તને એ તાર તોડી આવી.
ચાલવું મારે દિશા તારી જ મંજૂર નોતું,
થાય તારી વાત સાચી રાગ છોડી આવી.
ખેલ તારા તું બતાવી દે નવા જુનાં કૈ
તુંજ બાજી માંડ તારી,ચાલ ફોડી આવી
હાર પામી થાક લાગ્યો, વાત સમજણ લાવી,
કિંમતીઆ જીંદગીમાં શાન મોડી આવી.
જીદ મારી જીતવાની કેમ છોડું ‘કાજલ’?
ખોટ ખાધી મૂલ્ય ખોયું હાથ કોડી આવી.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply