ચાલ હવે ફરી એક દાવ નવો રમીએ,
થુઈ થપ્પા કરી એક દાવ નવો રમીએ.
બાળપણમાં કીટ્ટા બુચામાં દિવસ જતો,
ઈશ બુચા કર જરી એક દાવ નવો રમીએ.
પડયા આખડયા વારંવાર ઉભા થઈ દોડયા,
હિંમત મનમાં ભરી એક દાવ નવો રમીએ.
તારા દાવપેચ સામે હાર માનીશ નહિ અેમ,
જાણતું મળી ખરી એક દાવ નવો રમીએ.
“કાજલ” જીતવાની જીદ લઇ બેઠી હવે,
રમીશ જીવીકે મરી એક દાવ નવો રમીએ.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply