જન્મતાં જ સરખામણી,
આશા નો દૌર ચાલ્યો..
બચપણ થી આજ સુધી,
ઇચ્છા ઓનો ભાર લાદયો.
ઓળખ સ્થાપું નવી કયાં થી?
કાયમ તુજ થી ઓળખાયો.
સ્વતંત્ર પગલું કેમ ભરું?
કાયમ ટેકણ મને રાખ્યો.
વિચારવુ ને કરવું અશકય.
તારો દોરવ્યો હંમેશા દોરવાયો.
ચહેરો પણ અજાણ લાગે..
તારી પરછાંઇ માં અટવાયો.
‘કાજલ’ મિથ્થા યત્ન કયાઁ કરે,
સિક્કા ની બીજી બાજુ જ કહેવાયો.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply