તારી પાંપણ ઢળીને સાંજ પડી ગઇ.
ચહેરા પર સાંજની લાલાશ જડી ગઇ.
ડૂબી ગયો તારા મદભર્યા નયનોમાં એવો,
અશ્કોના જામે હું તરબતર, તું રડી ગઇ.
ચિતરાઇ ગયું હ્રદયના કેન્વાસ પર,
પ્રખ્યાત આપણી કથા, સૌ મુખે ચડી ગઇ.
તારી નજરનાં ધાવ એવા મળ્યા છે હવે,
ધાયલ તીરેનજરનો, તારી નજર લડી ગઇ.
‘કાજલ’ તારી કાજળધેરી આંખોના કામણે,
રાત ઢળી શમણાંમાં રાતોની કડી ગઇ.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply