તારી યાદ જ મારા સ્મિત નું કારણ છે.
હોઠો પર સજયું એ તારા પ્રેમ નું કામણ છે.
લખુ લાગણી કાગણ પર એજતો પુરાવો છે.
તમે છો ગમતીલા આખી વાતનું તારણ છે.
હથેળમાં રચાવી મહેંદીની ભાત તેમાં એક નામ,
એતો પ્રેમ નામને સાર્થક કરવાનું ધારણ છે.
મોજમાં રહેવું ને મોજ કરવાની કીધે રાખ્યું
સુખ નાના શોધવા એતો દરેક અસુખોનું મારણ છે.
જીવનમાં જરુરી દરેક કાર્યોમાં હાજરી મનથી,
“કાજલ” મનના ભાવજ આખરે વાતનું ભારણ છે.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply