તારી યાદોના કિસ્સા કાગળમાં, કયા કારણ લખું હવે,
તારા પ્રેમનો કલરવ ગુંજે આંગણે, તારણ લખું હવે.
વિરહઅગ્નિ પ્રજળે મારી અંદર જલાવે મને સતત,
તારા હૈયાના હેતની વાંછટ માગું,એજ મારણ લખું હવે.
તારા મૌનના ભારથી મુંજાય ઝંખે તને મારુ મન,
તારા હ્રદયનાં કેન્વાસ પર ચીતરી, કર ધારણ લખું હવે.
તારા પ્રેમની જ આશ રાખી દિવાની થઇ ફરું,
સંદેશામાં કોરો કાગળ મોકલ, હ્રદયનું ભારણ લખું હવે.
છેડો તુંજ કાજલની જીવન સફરનો કહું વારંવાર,
તારા પગલે પગલે ચાલવું જીવનનું સારણ લખું હવે.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’ “કાજલ”
Leave a Reply