તારી યાદોના ટહુકા મનમાં ચીતરાવું,
તારા મલપતી ચાલને શમણે કોતરાવું.
હસતા ચહેરાના સ્મિતથી છબી સજાવું,
તારા યૌવનની છાંય તસ્વીરે છપાવું.
સખી તને મારા હૈયાનો હાર બનાવું,
મીઠી તારી વાણી સરગમે ગવરાવું
તારા નામનું છાતીએ છુંદણું ગુંદાવું,
છબી તારી મારી આંખોમાં સમાવું
“કાજલ” પ્રેમ રસના હવે ઘુંટડા ભરાવું,
તારા નામે મારી જીવનનૈયા હવે તરાવું.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply