આજ પણ યાદ છે…..
તારી સાથેની યાદો.
મિત્ર,ભાઇબંધ,યાર!,દોસ્ત,જાની…
શું નામે સંબોધુ?
નાના-નાના પગલાથી,
યુવાનીના ઉંબર સુધીની સફર.
બે નામ એક સિક્કાની બે બાજુ.
દોસ્તી ની ભાઇબંધ ની કસમ ખવાતી.
એકની તકલીફે બીજાની આંખ ભરાતી.
એકના ખુશી ખશીયો ના જામ છલકાવતી.
કેટલું ગણાવું કેટલું ભુલવું,
વાત વાત માં કીટ્ટા ને બુચા.
તો આજ પણ..
માઇલો દુર થી..
એક હલ્લો..એ મનના ભેદ ઉકેલવા.
આ સંબંધ એક દોસ્તીથી વધારે… કયારેય ના હોય.
ઈશ્ર્વરની બક્ષીશ, આપણો ચુંટેલો સંબંધ.
આ ભાઇબંધી..દોસ્તી…
દોસ્તી આપણી.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply