દ્રારકા ના રાજા નથી કહેવાવુ મારે.
મને મારુ ગોકળીયુ પાછુ આપો.
આ રાજપાટ નથી જોતા મારે.
દ્રારકા ના રાજા નથી કહેવાવું મારે.
યશોદા ના હેત ને નંદબાબા નો દુલાર આપો.
ગોપી ઓ નો ગોપ બની રહેવું મારે.
દ્રારકા ના રાજા નથી કહેવાવું મારે.
વાંસળી ના સુર ને ગીત પાછા આપો.
રાધા ની પ્રિત માં જીવવું મારે.
દ્રારકા ના રાજા નથી કહેવાવું મારે.
બચપણ ના ભેરુ નો સાથ આપો.
યમુના ના જળ માં નાહવું મારે.
દ્રારકા ના રાજા નથી કહેવાવું મારે.
સોના ની નગરી રાખો, રાજ ના આપો.
રમણ રેતી માં આળોટવું મારે.
દ્રારકા કા રાજા નથી કહેવાવું મારે.
ગોપી ના ચીરહરણ કરનારો નામ આપો.
માખણ ચોર નામે ઓળખાવું મારે.
દ્રારકા કા ના રાજા નથી કહેવાવું મારે.
કાન કહે મને મારી વ્રજ ભુમિ પાછી આપો.
હજાર નામે ભલે બોલાવો પણ કાનુડો કહેવાવું મારે.
દ્રારકા કા ના રાજા નથી કહેવાવું મારે.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply