એક સૂરજ પૃથ્વી ને અજવાળતો..
સૃષ્ટિ ને પોષતો..
સૂરજ ના કિરણો જગ પ્રકાસતા..
એક અમારો સૂરજ..
કિરણ પિયુષ નો લાડકવાયો..
અમારા આંંગણ નુ અજવાળુ..
અમારા કુળ ને પ્રકાશતો..
તારા નામ થી ઓળખાયે ઇચ્છા અમારી..
તારુણ્ય ના પગથારે પગ મુકતા..
તારી સમજ ને મળે દિશા નવી..
તારી ધમાલ મસ્તી હોય રચનાત્મક કામ ની..
નહી લાદીએ કોઇ ઇચ્છા કે બંધન…
જીવ તુ તારી મરજી નુ જીવન..
ભર તારા સપના ની ઉડાન
સહાયક બની એ તારા..
માગઁદશઁક બની એ તારા..
કર પુરા સપના તારા પુરી મહેનત ને લગન થી…
આશીષ અમારા સફળતા શિખર રાહ જોવે તારી
જીવન તારુ ચડતા ક્રમે ઓટ ના આવે કદી..
રાહ હોય મુશ્કેલ પડ, ઉભો થા..મંંઝીલ મળશે તારી..
નિષ્ફળતા એ સફળતા ની સીડી શીખ અમારી..
નમ્રતા શીખવા ની ચાવી…
“કાજલ” રહે પહેલી સખી તારી..
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply