પ્રતીક્ષા મારી વાંઝણી વ્હાલા તારી રાહ માં.
જીંદગી તારી સૌતન સંગ હુ તારી રાહ માં.
ઝંખના મારી અધુરી રહી મિલન ની રાહમાં.
પરણેતર તારી બચપણ નિ તારી રાહ માં.
નજરે એકવાર જોઇ જા કે હુ તારી રાહ માં.
અપરાધ મારો કે કરયો પ્રેમ તારી રાહ માં.
રહી ત્યાં ની ત્યાં જયાં સાથ છુટયો તારી રાહ માં.
સુહાગણ પળ તારી વિજોગણ તારી રાહ માં.
ચડી કુરિવાજ ની વેદી પર બલી તારી રાહ માં.
ના વાંક તારો કે મારો આ આખી વાત માં.
‘કાજલ’ દીલ થી મજબુર રહી તારી રાહ માં.
પ્રીતમ તુ આવે કે ના આવે હું તારી રાહ માં.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply