આજે બચપણ ની એક વાત યાદ આવી.
ઘર-ધર ની રમત ને ગુડ્ડા-ગુડ્ડી ની યાદ આવી.
ગુડ્ડીયા ના લગ્ન ને શણગાર-તૈયારી યાદ આવી.
નાના -નાના હાથે શણગારેલ એક સ્વપ્ન ની યાદ આવી.
ઘર-ઘર કેરી રમત માં કયારે મોટી થઇ તે યાદ આવી.
ધીરે – ધીરે ગુડ્ડી ને સ્થાને “કાજલ “મુકાતી તે યાદ આવી.
ગુડ્ડા – ગુડ્ડી નો સાથ છુટયો તેની યાદ આવી.
આજ બચપણ ની રમતો યાદ આવી.
જીંદગી ની ભીડ માં ખોવાઇ ગયુ બચપણ ની યાદ આવી.
ઘડીક માં કીટ્ટા ને બુચા ની માસુમયીત ની યાદ આવી.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply