તરહી : પીનાકીન પંડ્યા ની પંક્તિ પર થી.
બોર જો વેચાય ના તારા,અને થાકી ઞયો છે.
મૌન તોડી બોલવાનો ત્યાં સમય પાકી ગયો છે
મૌન સમજાય ના તારું, અકળાવે જગ જ્યાં,
રજુઆત કરવાનો જ સમય બાકી ગયો છે.
પ્રતિબંધ અવગણીને વારંવાર આવે જાય,
દ્વારે આવી આજતે હવે અહીં જ ઝાંકી ગયો છે.
નિશાન ચુક માફ નહિ માફ નીચું નિશાન જયાં,
ધ્યેય જ નક્કી કરી હવે નિશાન તાકી ગયો છે.
હળવેથી આવી ઉપવનમાં સુગંધનો દરિયો,
છલકાવી ફુલોની ચાદરને અહીં ઢાંકી ગયો છે.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply