100 વષઁ પુરા કરી 101 મી વષઁગાંઠ ની રાહ જોતા..
‘માં’ દિવસો ગણે છે..
વિચારે છે પહેલા કોણ પહોચશે?
હા! તે એકલી રહે છે ત્રણ ત્રણ દસકા થી..
સાત સંતાન ની માતા..
વિદેશ સ્થાયી સંતાનો મોકલે છે અઢળક નાણા..
ક્વચિત આવતા ફોન કોલ..
24 કલાક ની આયા, રસોયણ બાઇ, રામો…
સમજે છે ‘માં’ખુબ ખુશ સુખી છે.
‘માં’ઝંખે સંતાનો ના સુખ સાથે તેની હુંફ,થોડો સમય થોડો સાથ.
નથી મળતો તેને..
વષોઁ થી આદત પડી ગઇ
એકલતા ની પથારીવશતા ની..
ઘર ની બારી ઉંબર જોયે પણ વષોઁ વીત્યા..
જીવે છે એક આશા એ ફરશે મારા બચ્ચા માળા માં
કિલબિલાટ થી ભરાઇ જશે મારુ ઉપવન..
“કાજલ”આશા તો ધુતારી,ધુતારી જ રહી..
101 મી વષઁગાંઠ પહેલા આવી ગયો કાળ..
સમાચાર મળતા પરિવાર – સ્વજનો આવ્યા.
ક્રિયા કરી વાતો મોટી કરી.. તસ્વીર માં ની ‘માં’ ને જોઇ
સ્વગત ઉવાચ સુખી હતી અમારી ‘માં’.
કહી વિખરાયા સ્વ મા મશગુલ..
શું સુખી હતી “માં “સવાલ પડધાય ચો પાસ.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply