મન માં ચાલતુ વિચારો નુ દ્રંદ સતત સદી ઓ થી..
ચહેરા પાછળ ની ચહેરા ઓ ની ચાલતી વૈચારિક વિવિધતા.
સત-અસત,દેવ-દાનવ,માનવ – પૈશુન્ય,
રતિ-અરતિ,કામ,ક્રોધ,મદ, મોહ,માયા, માન…
ની ચાલતી અવિરત….જંગ
મન નારુ કુરુક્ષેત્ર નુ મેદાન…
મુખ પર હાસ્ય,શબ્દો સજાવેલા..
મન ના ભાવ ને ચહેરા પાછળ સંતાડેલા ચહેરા.
હાવી થયા કરે..વારંવાર…
બુરાઇ ના પ્રતિકો…મારી અચ્છાઇ પર…
ચાલ્યા કરે સારા નરસા ની નિરતર દલીલો
મુજ નો સ્વ થી મૌન સંવાદ..
હારજીત ના ફેંસલા વગર ની લડાઇ…
સંતાવાની છતરાયા થવા ની…હાવી થવા ની રમતો..
સદી ઓ થી માનવ મન ની આ લડાઇ…
ચહેરા પાછળ ના ચહેરા…..
મનના છુપાયેલ અગાધ ભેદ..
બાંધી મઠ્ઠી ખુલી ગઇ તો….
‘કાજલ’ઇચ્છે..સત-અસત,
દેવ -દૈનવ,માનવ-પૈશુન્ય માં વિજય માનવતા નો
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply