ગણિત અગણિત એવા મારા સપના.
છાબો ની છાબ ભરાય મારા સપના.
મીઠું મીઠું મલકે મધુરપ ભરે મારા સપના.
ચાંદ-તારા સંગ રમે મારા સપના.
સૂરજ ની ગરમી માં શેકાય મારા સપના.
સાગર ની ગહેરાઇ શોધે મારા સપના.
માનવ મન નો તાગ મેળવે મારા સપના.
મારી અનકહી કહાની કહે મારા સપના.
“કાજલ”જેવો અંધકાર ચીરતા મારા સપનાય
કિરણો નો ઉજાસ ફેલાવતા મારા સપના.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply