આ વિશાળ બ્રહ્માંડ માં,
આ કહેવાતા ત્રણ લોક માં.
મારી દુનિયા એટલે “તું”.
ધરતી ને આકાશ થી વિશાળ
તારા હ્રદય નુ માં ‘ભુવન’ માં,
મારુ સ્થાન મારુ નામ.
સાતખંડ, મહાસાગર, સાગર, પર્વતો, નદિઓ,
જંગલો -વનો,રણો,દ્રીપો, વચ્ચે ફેલાયેલ આ વિશ્વ.
મારા માટે સમેટાય જાય છે.
આ તારા હ્રદય નુમાં ભુવન માં .
આ લોક -પરલોક ની પરવા કર્યા વગર,
મારુ જગત,મારુ વિશ્વ તારા માં સમાય છે.
હું તારા અણુ અણુ ને મારા માં સમેટયા કરુ છુ.
આજ તો મારા અસ્તિત્વ નો અહેસાસ, મારી ઓળખ…
મારુ તારા મા તારી બની શ્ર્વશ્ર્વું, તારા નામ સાથે ભળવું.
મારુ વિશ્વ મારી દુનિયા..
મારી દુનિયા..
તું જ થી શરુ તું જ માં જ પુર્ણ.
” કાજલ” ના આંગણે આમ સમાયુ સમગ્ર બ્રહ્માંડ.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply