સોરઠમાં ગિરનારનું નામ છે.
મારે તો એવી ગિરનારી મોજ છે.
ગિરનાર પર નેમનાથના બેસણા.
જૈનોની શ્રધ્ધાનું મોટુ ધામ છે.
મારે તો એવી ગિરનારી મોજ છે.
સતી રાણકને રાજુલના સત સાચવ્યા.
અે સતીના સતનો રખેવાળ છે.
મારે તો એવી ગિરનારી મોજ છે.
નાથ સંપ્રદાયના ડેરા ત્યાં નખાયા.
ગોરખ-મચ્છદરના પહેરા જયાં છે.
મારે તો એવી ગિરનારી મોજ છે.
માં અંબાનો રુડો દરબાર સજયો.
ભક્તોની ભીડ ભાંગતી હાજરા હજુર છે.
મારે તો એવી ગિરનારી મોજ છે.
વાદળ સાથે વાતો કરતો ઉભો અે,
અલગારી અવધુતનો અવતાર છે.
મારે તો એવી ગિરનારી મોજ છે.
ગિરનારની કંદરામાં ઈતિહાસનો વાસ,
પથ્થર પથ્થર ગાથા કેતો, એવો એ મહાન છે.
મારે તો એવી ગિરનારી મોજ છે.
ઉગતી પ્રભાતે વંદન કરુ ગિરનારને,
“કાજલ”શરુ કરુ દિન, સાર્થ મારો થાય છે.
મારે તો એવી ગિરનારી મોજ છે.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply