મૌજ માટે રોજ માણી મિજબાની હોય છે,
ના કહેવા જોગ જાણે તે દિવાની હોય છે.
હેત નોખા ને અનોખા પ્રેમ જાણે જાણવા,
કાન-રાધા,રામ-સીતા ની કહાની હોય છે.
ઇશ તારી હાજરી જ્યાં ગીત ગુંજે પ્રેમના,
વાત ભવભવ ની કહેવા જીંદગાની હોય છે.
જાત ભૂલી,નાત ભૂલી,વાત ભૂલી હું પ્રિયે,
એજ ગાથા આજ સૌને શોધવાની હોય છે.
શું! મઘૂરી રાત ‘કાજલ’, ચાંદની આ ચાંદ ની,
આજ અઘુરી વાત ન્યારી, માંડવાની હોય છે.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply