મુજ માં રોપાતી
મુજ માં ઉછરતી
બીજ થી પુણઁતા સુધી ની યાત્રા,
મુજ ને પુણઁ કરતી…
પ્રસવતી એક જીંદગી…
રક્ત માંસ મારા લઇ
આકાર પામતી..
ઉરે વળગી માયા વધારતી.
કાલી ધેલી….ભાષા વિસરાવતી…
આંગળી પકડી આગળ વધતી…
એ જીંદગી…પુત્ર….પુત્રી…
મારો અંશ..
મારી પરછાઇ.
મારા જીવન નો આધાર..
મારી લાકડી..
મારો સહારો..
મુજ બાગ ના પંખીડા..
પાંખો આવતી..
મુજ માળો ત્યજી..
સ્વગગન ઉડતા..
નીયતી મારી મુદ સંગ રહેતી..
વરસો ની યાત્રા યાદો માં પલટાતી…
“કાજલ” એ યાદો ને હૈયે સજાવતી..
પ્રતીક્ષા સંધ્યા સમય ની..
બચ્ચા ઓના પાછા ફરવા ની..
જીવન સંધ્યા ને બચ્ચા ના આગન…
જીવન નો ક્રમ જ આ હંમેશ…
પુણઁ પણઁ ખરવા ની….એ ક્ષણ…..
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply