સાંવરીયા તારી પાધલડી એ મારુ મન મોહયું,
તારી આ કસુંબલ આંખડી એ મારુ મન મોહયું.
હું તો ધેલી બની તારા આ રૂપ પર,
તારી હર અદા એ મારુ મન મોહયું,
રોજ આવી કનડે તું મારા સપના માં,
તારી આંખો ના ઉલાળે મારુ મન મોહયું.
વાતો માં કરે ઇશારા ને, એકલડી બોલાવે,
તારી આ વરણાગી વાતો માં મારુ મન મોહયું.
“કાજલ” તો જાત ભુલી ઘેલી બની,
શુધ બુધ ભુલી ને, તારા માં મારુ મન મોહયું.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply